STORYMIRROR

Rohit Kapadia

Inspirational Others

3  

Rohit Kapadia

Inspirational Others

સામાન્ય માનવ

સામાન્ય માનવ

1 min
306

હર એક રનને દિલથી વધાવી, 

ખેલાડીનાં હૈયે જોમ પૂરનારા, 

ચોક્કા છક્કાને મોજથી માણી, 

રમતનો આનંદ અમે માણનારા. 


મળે જીત તો લહેરાવી તિરંગો, 

દેશની શાનને અમે વધારનારા, 

ને નિષ્ફળતા જો મળે ક્યારેક, 

તો ખેલદિલીથી સ્વીકારનારા. 


લગાવી દઈને બાજી જિંદગીની, 

દેશનાં ગૌરવ માટે ઝઝૂમનારાં, 

ભલે રહ્યાં અમે સામાન્ય માનવ

દેશનાં ઇતિહાસને રચનારાં !



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational