મૃગજળ
મૃગજળ
પૈસાના મૃગજળ પાછળ,
આંધળા થઈ દોડ્યા કર્યું.
આગળ કુવો હતો મોતનો,
એ વાતથી મુખ મોડ્યા કર્યું.
પ્યાસ બુઝાઈ નહીં ક્યારે,
નિરાંત મળી નહીં ક્યારે.
સ્નેહી, સ્વજન, સાથીઓ
રાહમાં બધું છોડ્યા કર્યું.
સુખ તો યે શમણું જ રહ્યું
ભ્રમણામાં મન જોડ્યા કર્યું.