STORYMIRROR

Jay D Dixit

Inspirational Others

4  

Jay D Dixit

Inspirational Others

અઝાન અને ભજન

અઝાન અને ભજન

1 min
190

અઝાન અને ભજન બંને એકમેક હતા,

ત્યારે સુરજ અને સુલેમાન એક હતા.


માટીના ઘર અને રાજાનો મહેલ બનતા,

માટી એક જ અને એક જ મહેક હતા.


દિવાળી કે રમઝાન, ઈદ અને ઉતરાણ,

લોહીના એક જ રંગે રંગાયેલા દરેક હતા.


'ને એક ધમાકો થયો ભર બજારમાં એક દિ',

હોળીના રંગો લોહીના રંગે છેક છેક હતા.


સલમાન પણ અધૂરો ને સુરજ પણ અધૂરો,

કાળા બળેલા 'ને વેરવિખેર હાથ અનેક હતા.


ઢગલો હતો ત્યાં તૂટેલી લાશના ટુકડાનો 'કલ્પ',

કોઈ અહીં કોઈ તહીં, કોઈ બળતા કશેક હતા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational