STORYMIRROR

Bina Majithia

Inspirational Others

4  

Bina Majithia

Inspirational Others

એકધારું ચાલવાનું હોય છે

એકધારું ચાલવાનું હોય છે

1 min
692

જિંદગીમાં એકધારું ચાલવાનું હોય છે,

બાળપણને મનભરીને માણવાનું હોય છે.


વાત શૈશવની કરું શું ? ચાંદ-તારા, રાતને,

એક પરીની વારતામાં મ્હાલવાનું હોય છે.


જાગરણને એ યુવાનીની ખુમારી ખાટલે,

સ્વપ્ન જોવા રાત આખી જાગવાનું હોય છે.


પાનખર આવે પછી પણ બાગ મ્હેંકી ઉઠશે

છેવટે મૌસમ બનીને ખીલવાનું હોય છે.


કેટલું ચડવું પડે છે જિંદગીની ચાહમાં,

જીવતરને બેઉ હાથે પોંખવાનું હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational