બહેન
બહેન
પહોંચે ના ઈશ્વર સર્વત્ર એ જાણી માતા પ્રતિનિધિ
તો વિધિએ નીમી ભગિની મા સરીખા પ્રેમની નિધિ,
ઉંમર ભેદ ઓગાળે વળી ઢાલ બનતી સ્વસા સેતુ
માજાઈને ભાઈની લડાઈ પ્રેમની જાણે કે રાહુ કેતુ,
સુખ દુઃખે સહોદરી સુહૃદયે પંપાળતી ભાઈ વહાલે
પ્રેમના પ્રતીક દિન ભાઈબીજ ને રક્ષાબંધન મહાલે,
ભાઈના જીવન વિકાસમાં બહેનની ઉષ્મા સ્નેહપૂર્ણ
બહેન ઘરની શોભા, આભા, સખી શુભ સભ્ય સંપૂર્ણ,
પહોંચે ના ઈશ્વર સર્વત્ર એ જાણી માતા પ્રતિનિધિ
સંસાર સાર સર્વત્ર બહેનથી સિદ્ધ પ્રાપ્ત રિદ્ધિસિદ્ધિ.