STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

નરનારી પૂરક

નરનારી પૂરક

1 min
304

અધૂરી છે સૃષ્ટિ એકમેક વિના,

નથી ચાલવાનું નરને નારી વિના,


બની એકબીજાનાં પૂરક રહેતાં, 

આદમ ઇવની વાત અમારી વિના,


એક છે સૌંદર્ય તો એક છે શ્રમ,

પારસ્પરિક નથી એ તૈયારી વિના,


એક છે ૠજુતા તો એક કઠિનતા,

નથી ટકવાનું બંનેની હાજરી વિના,


એક છેડે લાગણીને બીજે અહમ્,

ન ચાલી શકે અનુકૂળ બરાબરી વિના,


નથી ભેદ પ્રકૃતિ સિવાય કશોએ,

ગણાય ખામી દીકરી આવકારી વિના,


જરુરત સમાજની બંનેના મિલનની,

રહેવું સદા અરસપરસ પડકારી વિના,


તમે ચાલો એક કદમને હું પણ ચાલું, 

નથી દીપવાનું ઊભય ભાગીદારી વિના.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational