ચાલો ગાંધીજીને શોધીએ
ચાલો ગાંધીજીને શોધીએ
1 min
14.2K
ચાલો ગાંધીજીને શોધીઅે..
જો શોધવા નીકળીશું તો ગાંધીજી મળશે
ઑક્ટોબર અને જાન્યુઅારીમાં
વર્તમાનપત્રો તથા સભાઓમાં
કે પછી ચલણીનોટો પર,
નાના-મોટા શહેરોના ચોતરે
કે પછી રોડના કોઇ હૉર્ડિંગ પર
કે પછી પાઠ્યપુસ્તકોના પહેલા પાનાની પાછળ..
આપણને એક જીવનમંત્ર આપતા
કે તેઓ અહીં નથી ઇચ્છતા પોતાની જાતને.
તેઓ તો મળવા જોઇએ વિશ્વાસની સીમા પાર..
સત્યના એક અહેસાસ સ્વરૂપે,
ખેતરોમાં મજૂરોના પ્રસ્વેદબિંદુઓમાં,
સાધ્યસાધનની પવિત્રતામાં કોઇ ગરીબના આંગણે ચરખો ચલાવતા,
અર્ધનગ્ન બાળકોના ચહેરાઓમાં સ્મિત સ્વરૂપે.
જ્યારે શોધી લઈશું તેમને ત્યારે લેશે તેઓ
ફરીથી એક નિરાંતનો શ્વાસ..
એક નવભારતના નિર્માણ માટે
એક નવી આઝાદી સાથે..