STORYMIRROR

'Sagar' Ramolia

Classics Drama Fantasy

3  

'Sagar' Ramolia

Classics Drama Fantasy

ગગા સામે

ગગા સામે

1 min
13.5K


(ગાલગાગા લગાલ ગાગાગા)


બાપ લાચાર છે ગગા સામે,

બૈરી લાચાર પતિ ઢગા સામે!


સાવચેતી ભલે ભરી મનમાં,

કોણ ઝાઝું ટકે દગા સામે!


ભાગતો તે પહોંચશે ક્યાં જઇ,

મેલી લાગેલ આ જગા સામે!


ઝીંક કેવી ઝીલાય જીવનમાં,

બનતાં મન સાવ ડગમગાં સામે.


આજ 'સાગર' વિચારવાં લાગ્યો,

ઝટ બનેલાં નવાં સગા સામે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics