નવરાત્રી
નવરાત્રી
નાની નાની બાળાઓ...
નાની નાની ગરબીઓ!
રમવાં તે વ્હેલેરાં પધારજો રે! માડી...
નાની નાની ગરબીમાં...
નાની નાની તારલીઓ!
રમવાં તે વ્હેલેરાં પધારજો રે! માડી...
નાની નાની ગરબીમાં...
નાની નાની ઉગે જવારી!
રમવાં તે વ્હેલેરાં પધારજો રે! માડી...
નાની નાની ગરબીમાં...
નાની નાની આભલીયું!
રમવાં તે વ્હેલેરાં પધારજો રે! માડી...
નાની નાની ગરબીમાં....
નાની નાની દીવડીઓ!
રમવાં તે વ્હેલેરાં પધારજો રે! માડી...
નાની નાની ગરબીમાં...
નાની નાની ઝાળીઓ!
રમવાં તે વ્હેલેરાં પધારજો રે! માડી...
