ઓઢણી
ઓઢણી
કા'ના!
મારી ઓઢણીના પાલવમાં,
તારૂ મીઠું સ્મિત પાંગરે .....
મલકી મલકીને હું નિરખ્યા
કરું પાલવ ની કોરે............
ખનખનતી ઘૂંઘરીમાં
તારો સ્પશઁ પાંગરે ...
હું સ્પર્શુ ત્યાં સંવેદનાઓ
સળવળે....
સાત સાત જન્મોના
સોનેરી સપનામાં
વિરહના બંધન છૂટે.....રાધા!

