STORYMIRROR

Meena Mangarolia

Classics Drama Fantasy

3  

Meena Mangarolia

Classics Drama Fantasy

વાંસળી

વાંસળી

1 min
13.3K


રાધિકા ઢળે છે

આખી વાંસળીમાં..

મધુર મધુર બાંસૂરી વાગે છે...

અને રાધિકા સૂર પૂરાવે છે..

મીઠી મીઠી વાંસળીનાં સાતસૂર અને છેદ સોંસરવા પડે છે,

મીઠી મીઠી વાંસળીમાં મંદ

મંદ ભેદ જીવનનાં ભળે છે,

રાત આખી સળવળે છે,


વાંસળીમાં...કા'ના...

મન મૂકીને વરસવું એટલું

સહેલુ નથી...કા'ના..

મૌન ધારણ કરીને રહેવું એટલું

સહેલુ નથી ..કા'ના...

પ્રેમના રંગે રંગાઈ જવું એટલું

સહેલું નથી ...કા'ના...

પ્રેમ કરીને નિભાવવો એટલું

સહેલું નથી ..કા'ના...

કા'ના , લાવ તારી વાંસળી

અને તું મારાંમાં એકલીન

થઈ જા....

તારી અણિયારી આંખો એ

કરી મને પાગલ,

હું તારાંમાં એકરુપ થઈ જાઉં.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics