નવરાત્રી
નવરાત્રી
ઘૂમતી રમતી માણતી નવરાત્રી ,
આનંદ ઉલ્લાસ કરાવતી નવરાત્રી,
ગરબા ની રમઝટ કરતી નવરાત્રી,
કાઠિયાવાડી કપડાં પેહરાવતી નવરાત્રી,
કેડીયા ને ચણીયા ચોલી પહેરી
સ્લોમોશન માં વિડિઓ બનાવતી નવરાત્રી,
ગોરી રાધા ને કાળા કાન પર આંખો દ્વારા,
એક બીજા ને ઈશારો કરતી નવરાત્રી,
સખા સખી સાથે હરતી ફરતી નવરાત્રી,
મોડી રાત્રે સાથે નાસ્તા કરતી નવરાત્રી,
નવ દિવસ માતા ની આરતી કરતી નવરાત્રી
આરતી બાદ ઝૂમતી છોકરીઓ ને ખરાબ નજરે નિહાળતી નવરાત્રી.
