વીતી ગઈ એ રાત
વીતી ગઈ એ રાત
1 min
471
જ્યાં આંખો ભીની રહેતી હતી આંસુઓથી,
જ્યાં દિલ ધડકતું હતું પણ કોઈક બીજા માટે.
જ્યાં ખુશ થતા હતા એમને ખુશ જોઈને,
અને દુઃખી થતા એમને નારાઝ જોઈને.
જ્યાં ખુદને ભૂલી એમને યાદ રાખતા,
દુનિયામાં બીજી ખુશીઓ પણ છે એ ભૂલી જતા.
જ્યાં હંમેશા લાગણીઓમાં વહી જતા,
બધું કામ છોડી એમની પાછળ ચાલી પડતા.
આજે આ બંધન તોડવાનું મન થાય છે,
હું ક્યાંક ખોવાઈ છું મને જ શોધવાની મને ઈચ્છા થાય છે.
દિવસ ઉગતાની સાથે આવા વિચાર આવે છે,
સાંજ થતા ફરી એ રાતની મને યાદ આવે છે.
