STORYMIRROR

Chirag Padhya

Classics

3  

Chirag Padhya

Classics

ગરબો (થાળ)

ગરબો (થાળ)

1 min
13K



(રાગ- તારા વિના શ્યામ એકલડું લાગે)


સ્તુતિ હું ગાઉ અંબા હૃદયથી,

પ્રેમે પધારો જગદંબા ઓ હો,

સ્તુતિ હું ગાઉ અંબા હૃદયથી..

પ્રેમે પધારો જગદંબા ઓ હો....


પહેલે નોરતે પધારીયા ઓહો..

શૈલપુત્રી માતાજી ઓહો ઓહો,

દૂધ અને ગોળના પકવાન અર્પણ,

પ્રેમે આરોગો મોરી માત માત માત રે....

સ્તુતિ હું ગાઉ.........................


બીજે નોરતે પધારીયા ઓહો..

બ્રહ્મચારિણી માત રે ઓહો ઓહો,

પંચામૃત અને પાનસોપારી,

અર્પણ તુજને મોરી માત માત માત રે,

સ્તુતિ હું ગાઉ.........................


ત્રીજે નોરતે પધારીયા ઓહો...

ચંદ્રઘંટા માત રે ઓહો..ઓહો..

લાલ સફરજન દૂધની વાનગી,

પ્રેમે આરોગો મોરી માત માત માત રે,

સ્તુતિ હું ગાઉ......................


ચોથે નોરતે પધારીયા ઓહો,

કુષ્મંડા માતાજી ઓહો ઓહો,

માલપુવા માઁ પ્રેમે અર્પણ,

પ્રેમે આરોગો મોરી માત માત માત રે,

સ્તુતિ હું ગાઉ...................


પાંચમે નોરતે પધારીયા ઓહો,

સ્કંદમાતાજી ભાવથી ઓ..હો..

એલચી કેળા ભાવે અર્પણ,

પ્રેમે આરોગો મોરી માત માત માત રે,

સ્તુતિ હું ગાઉ..................


છઠ્ઠા નોરતે પધારીયા ઓહો,

દેવી કાત્યાયની માત રે ઓ..હો..

મધનો થાળ કરું ભાવે અર્પણ,

પ્રેમે આરોગો મોરી માત માત માત રે,

સ્તુતિ હું ગાઉ...................


સાતમે નોરતે પધારીયા ઓહો,

કાલરાત્રી માતાજી ઓ.. હો..

ગોળનું નૈવેધ ભાવે અર્પણ,

પ્રેમે આરોગો મોરી માત માત માત રે,

સ્તુતિ હું ગાઉ....................


આઠમે નોરતે પધારીયા ઓહો,

મહાગૌરી માતાજી ઓ..હો..

શિરો ચણા કરું ભાવથી અર્પણ,

પ્રેમે આરોગો મોરી માત માત માત રે,

સ્તુતિ હું ગાઉ.....................


નવમાં નોરતે પધારીયા ઓહો,

સિદ્ધિદાત્રી માતાજી ઓ ...હો..

ખીર કરું તુને ભાવે અર્પણ,

પ્રેમે આરોગો મોરી માત માત માત રે,

સ્તુતિ હું ગાઉ........................


નવ નવ નોરતે પધારીયા ઓહો,

અલગ અલગ રુપે માત રે ઓ..હો..

શ્રદ્ધા અમારી તમે સ્વીકારી,

આશિષ આપો મોરી માત માત માત રે,

સ્તુતિ હું ગાઉ...........................


Rate this content
Log in

Similar gujarati poem from Classics