STORYMIRROR

Margi Patel

Classics Drama

3  

Margi Patel

Classics Drama

હા!! આપણે અમીર થઇ ગયા

હા!! આપણે અમીર થઇ ગયા

1 min
14.6K



કૂકડે કૂ ને વલોણાંના નાદ થી આપણે ગરીબ હતા,

ને હવે એલાર્મ વાળા આપણે હવે અમીર થઇ ગયા..


ગુજરાતી શાળા માં ભણતા ત્યાં આપણે ગરીબ હતા,

ને હવે પ્રાઇવેટ સ્કૂલોની ફી ભરવાવાળા આપણે હવે અમીર થઇ ગયા...


રોટલા ને શાક ખાતા ત્યારે આપણે ગરીબ હતા,

ને હવે પિઝા, બર્ગર ખાઈને પેટ બગાડનારા આપણે હવે અમીર થઇ ગયા...


હળીમળી ને પ્રેમથી સાથે બેસતા ત્યારે આપણે ગરીબ હતા,

ને હવે વોટ્સએપ ને ફેસબુકમાં બીઝી આપણે હવે અમીર થઇ ગયા...


પરિવાર અને મિત્રો ની હૂંફ મળતી ત્યારે આપણે ગરીબ હતા,

ને હવે એકલતાની અને ભાગમભાગ ની જિંદગી થી આપણે હવે અમીર થઇ ગયા...


ઈમાનદારી પ્રામાણિકતા થી જીવતા ત્યારે આપણે ગરીબ હતા,

ને હવે ભ્રષ્ટચાર ને લોભ કરતા આપણે હવે અમીર થઇ ગયા...


બળદગાડા માં ખુલ્લા શ્વાસ ભરીને ફરતા ત્યારે આપણે ગરીબ હતા,

ને હવે એસીવાળી બંધ ગાડીમાં ફરવાવાળા આપણે હવે અમીર થઇ ગયા...!


Rate this content
Log in

Similar gujarati poem from Classics