STORYMIRROR

kamsha gadhavi

Romance Classics Inspirational

4  

kamsha gadhavi

Romance Classics Inspirational

હોળી છે

હોળી છે

1 min
309

હસીને જો ગુલાલોથી જ રંગે જાણ હોળી છે,

અધીકારો જતાવે ભાઈબંધોની જ ટોળી છે.


જગત માટે ફના થઇને કશુંયે ના મળ્યું અમને,

હંમેશા આજ દુનિયા છેતરી ગઈ જાત ભોળી છે.


ઘણી વાગી જ ઠોકર તે છતાં એ ચાલતો હરદમ,

અમે તો મીલના પથ્થર સંગાથે જાત તોળી છે.


ઉડે છે રંગ હોળીના ચોપાસે મળી ભેગા,

નથી કોઈ વહેમના આંખ રાતી એજ ચોળી છે.


વસંતોને જ કેસુડો ઘણો પ્યારો જ લાગે છે,

બધા રંગો અમે અંદર ભર્યાને જાત ખોળી છે.


ઉદાસીનો કરી સ્વીકાર મારે તો નથી મરવું,

લઈ આનંદ પિચકારી અમે જાતો જબોળી છે.


અહીં જોયા ઘણા રંગો તમારાથી વધારે ના,

થઈ જાય શરમથી લાલ એતો સાવ ભોળી છે.


તમે જો સાથમાં તો છે હંમેશા રંગ દિવાળી,

ગયા છોડી અમારો, રંગ દુનિયા સાવ કોરી છે.


તમારું સ્મિત જોઇ નેજ કમશા તો સિકંદર છે,

તમે હસતા રહો એવું સતત માંગે જ હોળી છે


Rate this content
Log in

Similar gujarati poem from Romance