હોળી છે
હોળી છે
હસીને જો ગુલાલોથી જ રંગે જાણ હોળી છે,
અધીકારો જતાવે ભાઈબંધોની જ ટોળી છે,
જગત માટે ફના થઈને કશુંયે ના મળ્યું અમને,
હંમેશા આજ દુનિયા છેતરી ગઈ જાત ભોળી છે,
ઘણી વાગી જ ઠોકર તે છતાં એ ચાલતો હરદમ,
અમે તો મીલના પથ્થર સંગાથે જાત તોળી છે,
ઊડે છે રંગ હોળીના ચોપાસે મળી ભેગા,
નથી કોઈ વહેમ ના આંખ રાતી મેં જ ચોળી છે,
વસંતોને જ કેસૂડો ઘણો પ્યારો જ લાગે છે,
બધા રંગો અમે અંદર ભર્યા ને જાત ખોળી છે,
ઉદાસીનો કરી સ્વીકાર મારે તો નથી મરવું,
લઈ આનંદ પિચકારી અમે જાતો ઝબોળી છે,
અહીં જોયા ઘણા રંગો તમારાથી વધારે ના,
થઈ જાય શરમથી લાલ એ તો સાવ ભોળી છે,
તમે જો સાથતો તો છે જ આ રંગો ભરી હોળી,
ગયા છોડી અમારો રંગ દુનિયા સાવ ધોળી છે,
તમારું સ્મિત જોઈ ને જ કમશા તો સિકંદર છે,
તમે હસતા રહો એવું સતત માંગે જ હોળી છે.