ચાલ ભેરુ- ગામડે
ચાલ ભેરુ- ગામડે
બળદ ગાડું જયારે
વાપરતા ખેડું, ત્યારે
એ જ સુખી જીવન
હવે તો જયારે ને ત્યારે....
પ્રદુષણ વગરની હવા
પશુઓની ખરી સેવા
ને છાણ કુદરતી ખાતર
આ જ સાચી આબોહવા.
પનિહારી કુવે નિત્ય જાય,
જળ ભરવાને નિત્ય જાય,
ગામની વાતોનો સાક્ષી કુવો
પનિહારી હળવી નિત્ય થાય.
ફળિયા મોટાં, બાળકો નાનાં,
રમાડે બાળકો દાદા ને નાના,
ખીલે શૈશવ બાળપણ મજાનું
ચાલ ભેરુ થઈ જઈએ નાનાં.