STORYMIRROR

Mehul Patel

Children

3  

Mehul Patel

Children

મેં પાળ્યું હતું એક ગલૂડિયું

મેં પાળ્યું હતું એક ગલૂડિયું

1 min
177

મેં પાળ્યું હતું એક ગલૂડિયું,

મને યાદ આવે ગલૂડિયું,


એક નાનું અમથું ગલૂડિયું,

મને બહુજ પ્યારું ગલૂડિયું,


ઉં...ઉં... કરતું ગલૂડિયું,

મારા મનનું રમકડું ગલૂડિયું,


નાનું નાનું કાળું ધોળું ગલૂડિયું,

રૂના ફોદા જેવું પોચું ગલૂડિયું,


મને જોઈને ખૂબ ગેલ કરે,

અજાણ્યાને જોઈ ભાઉં ભાઉ કરે,


ભૂરિયાની બૂમથી દોડી આવે,

સિટી મારું તો પૂંછડી પટપટાવે,


મને બહુજ પ્યારું ગલૂડિયું,

મને યાદ આવે એ ગલૂડિયું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children