સસલો અને કાચબો
સસલો અને કાચબો
હસતા રમતા સસલાભાઈ,
દોડવાનું ખૂબજ અભિમાન ભાઈ,
દોડવામાં મને ના કોઈ પહોંચે ભાઈ,
એમ કહી સૌને ચિડવતા ભાઈ,
ત્યાંજ પસાર થયા કાચબાભાઈ,
સસલાએ તો અભિમાનના ગીત ગાવા મોડ્યાં ભાઈ,
"એ કાચબા, તારી ચાલ કેવી ?
જાણે ,ગોકળગાય ચાલે તેવી !"
તારે મારી સાથે કરવી હરિફાઇ ?
કાચબો કહે,"ચાલ કરી લઈએ હરિફાઈ !"
શિયાળ આવ્યું, રીંછ આવ્યું,
આવ્યાં સૌ જોવા અનોખી હરિફાઇ,
શિયાળભાઈ એ કરાવી સ્પર્ધાની શરૂઆત,
સસલા કાચબાએ પકડી લક્ષભણી વાટ,
પળવારમાં પહોંચ્યો સસલો અડધી વાટ,
સસલો જુએ, કાચબાએ તો હજુ કરી છે શરૂઆત !
સસલાને થયું, લાવ કરી લઉં આરામ થોડો,
કાચબો તો છે ઘણો દૂર, મને એ પહોંચવાનો થોડો ?
આરામ કરતો અભિમાની સસલો ઝાડ તળે,
કાચબો ચાલતો રહ્યો આળસને નેવે મૂકી હળ પળે,
સસલાની હવે નીંદર જાગી,
તેને થયું,થોડુંક લઉં ભાગી,
પણ, સસલો પહોંચી ના શક્યો કાચબાને,
ભારે પડી બડાશ ખોરી સસલાને,
આમ, જીત થઇ કાચબાની,
ને મતિ સુધારી સસલાની,
અભિમાન ખોટું,ના આળસ કરવી
તેની હતી આ ગીત રૂપી કહાની...
