STORYMIRROR

Mehul Patel

Inspirational

3  

Mehul Patel

Inspirational

બનું હું સૈનિક

બનું હું સૈનિક

1 min
151

સૈનિક બની સેવા કરું,

દેશ કાજે જીવું મરું,


માતૃઋણ અદા કરું,

મળ્યા જીવનને સાર્થક કરું,


દેશ પ્રેમનો હું હુંકાર કરું,

દેશ સેવાની પ્રેરણા બનું,


સૌના અંતરનો હું ઉજાસ બનું,

રગેરગમાં વસવાટ કરતું સ્વપ્ન બનું,


મા ભારતીના હૃદયમાં હું વાસ કરું,

દેશનું ગૌરવવંતુ હું અભિમાન બનું,


માતપિતાની છાતી ગદગદિત કરું,

મર્યા પછી પણ ગર્વસભર આસું બનું,


આવનારી ઉજ્જવળ કાલ અર્થે,

ઝગમગતા સૂરજનું કિરણ બનું,


સૈનિક બનું સેવા કરું,

દેશ કાજે જીવું મરું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational