ઋતુઓની રાણી
ઋતુઓની રાણી
ઋતુઓની રાણી,
તું આમ શું હરખાણી ?
જ્યાં જોઉં ત્યાં પાણી,
મારી તલાવડી છલકાણી,
જ્યાં જોઉં ત્યાં હરિયાળી,
જાણે લીલી ચાદર કેરી કરી પથારી,
તું સૌને લાગે પ્યારી,
તારી વાત જગતમાં નિરાળી,
તને રોકવા બાંધી ક્યારી,
પણ,શું ધરા સાથેની તારી યારી !
તારા ડુંગરેથી વહેતા પાણી,
જોઈ હું હરખાણી,
ના કર ખોટી તું મનમાની,
કહે મને ચાર માસની કહાની,
ઋતુઓની રાણી,
ઓ પ્યારી વર્ષા રાણી.