STORYMIRROR

Mehul Patel

Children

3  

Mehul Patel

Children

જોડકણાં

જોડકણાં

1 min
245

આમ તેમ ઊડતા ચકાભાઈ ને ચકીબાઈ,

જોઈ દાણા, નીચે આવ્યા ચકીબાઈ,

ત્યાં સરરર કરતા ઉતર્યા ચકાભાઈ,

કલબલ કરતા આવ્યા કાબર બાઈ,

કા કા કરતા આવ્યા કાગડાભાઈ,

સૌએ સાથે મળીને કરી મોજ ભાઈ.


ચૂ...ચૂ...કરતા ઉંદર ભાઈ,

જોઈ હરખાણા સસલાભાઈ ભાઈ,

આ... તો... બંને નાત ભાઈ !


કાગડાભાઈ તો કાળા કાળા,

કા... કા... કરતા જાય

દૂધ પૂરી ખાતા જાય,

વધ્યું ઘટ્યું સાફ કરી જતા ભાઈ,

સફાઈ કામદાર કહેવાય ભાઈ,

એતો શનિદેવનું વાહન કહેવાય ભાઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Children