STORYMIRROR

Neha Patel ***નેહ***

Inspirational Children

4  

Neha Patel ***નેહ***

Inspirational Children

બાને કાગળ

બાને કાગળ

1 min
454

નીરખી હું તને શૈશવના એ અરીસામાં,

લખુંં છું તારાં જ સંસ્મરણો આ કાગળમાં,


સંભળાવી હાલરડું મુજને તું ઘોડિયામાં,

ને ખોવાતી હું સ્વપ્નભરી મીઠી નિંદ્રામાં,


પડતી હું, ને દર્દ થતું તુજ માતૃ હૈયામાં,

થતી અડધી તું દેખી મુજને ઘાવમાં,

 

યાદ છે બા ! હતી આળસુ હું દવા લેવામાં,

ફેંકતી દવા હું, સંતાઈ તું જોતી બારીમાં,


નિહાળતી હું તને મારા શ્રેષ્ઠ શિક્ષકમાં,

આપતી માર્ગદર્શન તુંં મને મારા દરેક વર્તનમાં,


બનતી તું મારી પ્યારી સખી પળે-પળમાં,

લાગતું મને ન એકલવાયું તારા સાથમાં,


યાદો એવી તો હજી ઘણીય સ્મરણમાં,

પણ નડે છે સીમાઓ આ સીમિત કાગળમાં,


અંતે લખુ બસ એટલું જ તારી કાળજીમાં,

રાખજે સારી સંભાળ તુંં તારા સ્વાસ્થ્યમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational