STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Classics

4  

Chaitanya Joshi

Inspirational Classics

ઇશ્વર રુપ તારું

ઇશ્વર રુપ તારું

1 min
27.8K


સંગીતના સૂરમાં ભાસે મને રુપ તારું,

ધબકતા ઉરમાં ભાસે મને રુપ તારું. 

ક્યાંક ઘૂઘવે સાગર ધરા શોભાવતો,

અબ્ધિના નૂરમાં ભાસે મને રુપ તારું. 

અનરાધારે વરસે મેઘ કરી કૃપા કેવી,

ધનુષના સિંદૂરમાં ભાસે મને રુપ તારું. 

વન ઉપવન બાગબગીચે હરિયાળી, 

કોઈ વૃક્ષ અંકુરમાં ભાસે મને રુપ તારું. 

કોઈ પ્રાર્થે પરમને પ્રેમ પ્રગટાવી ઉરે ,

ભક્ત અશ્રુપૂરમાં ભાસે મને રુપ તારું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational