Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ajay Parker ' ભાવિ '

Inspirational

4.5  

Ajay Parker ' ભાવિ '

Inspirational

એ ભાષા મારી ગુજરાતી છે

એ ભાષા મારી ગુજરાતી છે

1 min
242


ભલે રહ્યું ' ખારું ' તોય કહેવાય ' મીઠું ' એ ભાષા મારી ગુજરાતી છે;

ભલે હોય ' જતા ' એને કહે 'આવજો ' એ ભાષા મારી ગુજરાતી છે,


જનની, જન્મભૂમિ ને જળતરંગીની, ચોથી મારી આ માવડી - માતૃભાષા;

વનમાં ગહેકે કે મનમાં ટહુકે મીઠે બોલડે એ ભાષા મારી ગુજરાતી છે,


વહેલી પરોઢે ગવાય 'પ્રભાતિયાં ' કે થાય કસુંબલ ડાયરા;

'હાલરડાં ' સાંભળીને પોઢી જાય બાળ સહુ, એ ભાષા મારી ગુજરાતી છે,


હૈયાની પાટીમાં ઘૂંટ્યો છે 'એકડો ' વારંવાર

સ્મરણપોથીમાં ભર્યા છે કવિતાઓના સુંડલા એ ભાષા મારી ગુજરાતી છે,


દલપતરામ, નર્મદે પીધી ને રાવજી, કલાપીએ ગાઈ;

ગુર્જર મટી બની વિશ્વ ગુર્જરી આજ, એ ભાષા મારી ગુજરાતી છે.


Rate this content
Log in