STORYMIRROR

Kausha Jani

Inspirational

4  

Kausha Jani

Inspirational

મારી ભાષા ગુજરાતી

મારી ભાષા ગુજરાતી

1 min
300

માનાં ગર્ભથી નસનસમાં વહેતી મારી ભાષા ગુજરાતી,

પીધી ગળથૂથીમાં અમૃત સમી મારી ભાષા ગુજરાતી,


શિશુ મુખેથી પ્રથમ બોલાતી મારી ભાષા ગુજરાતી,

પા પા પગલી ભરતા શિખાતી મારી ભાષા ગુજરાતી,


મળસ્કે પ્રભાતિયામાં ગવાતી મારી ભાષા ગુજરાતી,

પારણિયે પોઢતા સંભળાતી મારી ભાષા ગુજરાતી,


સરસ્વતી બની હૃદયે બિરાજતી મારી ભાષા ગુજરાતી,

ગુરુ થકી જ્ઞાનદીપ જલાવતી મારી ભાષા ગુજરાતી,


મનભાવને સરળ રૂપે દર્શાવતી મારી ભાષા ગુજરાતી,

સર્વ ધર્મ સમભાવ સમજાવતી મારી ભાષા ગુજરાતી,


લાગણી, વાત્સલ્યથી નીતરતી મારી ભાષા ગુજરાતી,

ગર્વ થાય જ્યારે કહીએ, હું ને મારી ભાષા ગુજરાતી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational