શબ્દોનો સાગર
શબ્દોનો સાગર
દરેક પુસ્તક જ્ઞાનનો અખૂટ સાગર છે,
બુંદ સમાન શબ્દોથી ભરેલી ગાગર છે,
એકલતાથી વિખરાયેલા મનનો તર્ક છે,
સપનાંઓને સજાવતો સુગંધિત અર્ક છે,
અગણિત લાગણીઓ પુસ્તકમાં અકબંધ છે,
અનુભવોના આધારે અંકાયેલો અદભૂત ગ્રંથ છે,
ભલે હોય ભિન્ન, વિચારોનું આદાન પ્રદાન છે,
હોય સમસ્યા કોઈપણ, પુસ્તકમાં સમાધાન છે,
વાંચો તો જાણો, એમાં અનેકો અર્થ સમાવ્યા છે,
પુસ્તકાલયોને પણ બગીચા સમાન ગણાવ્યા છે,
સમય સંગાથે માત્ર પુસ્તકનાં રૂપ બદલાયા છે,
ગૂગલ હોય કે ઇ બુક, એનાં જ તો પડછાયા છે.
