ઝિંદાદિલી
ઝિંદાદિલી
સીધી ડગર ને એક સુંદર સાંજ છે,
જિંદગીનો આમ છલોછલ જામ છે.
રખેને હો કલ્પના મનની કે મગજની,
આફતો સંગ ભીડવાનું આ કામ છે.
ચાલ્યા કરશે સુખ દુઃખની ઘટમાળ,
જીવનમાં ઝઝૂમવાની હજુ હામ છે.
આપ્યું સૌંદર્ય અદભૂત કુદરતે,પણ
અહીં સૂકા કે લીલાં પાનનાં દામ છે.
પથરાશે સૂર્ય સમી લાલિમા જરૂર,
બસ,એક પ્રકાશપૂંજનું જ કામ છે.
મંઝિલ નથી તારી દૂર,રાખ વિશ્વાસ,
ઝિંદાદીલી તો જીવનનું બીજું નામ છે.
