સંસ્કૃતિની ઓળખ
સંસ્કૃતિની ઓળખ
આપણી સંસ્કૃતિની ઓળખ એટલે તહેવાર,
પછી હોય ભલેને, અનોખી રીત અને વહેવાર,
દૂર રહેતા પણ સંગાથે, લાગે સૌ પરિવાર,
હતાશા ખંખેરી નવો ઉમંગ જગાવે તહેવાર,
આતશબાજી સંગે હોય દીપમાળાની હાર,
ભાતભાતની રંગોળી સમજાવે જીવનનો સાર,
ખુશીઓને વધાવવાનો અવસર એટલે તહેવાર,
ઈશ આશિષ પામવાનો અવસર એટલે તહેવાર,
માન મર્યાદા અને ભૂલકાઓને શીખવે સંસ્કાર,
સંગે મળી સૌ ઉજવે, જ્યારે પ્રેમથી તહેવાર,
ઈર્ષા, દ્વેષ ભૂલાવે ને વ્હાલ વરસાવે તહેવાર,
માત્ર "હું" નહિ "આપણું" સમજાવે તહેવાર.
