પરિવાર
પરિવાર
ભલે ને રહેતાં હોય એકબીજાથી દૂર,
મુસીબત પડતાં જ દોડી આવે જરૂર.
ભલે ને થતી હોય વાત વાતમાં તકરાર,
છતાં પણ કરતાં રહે એકમેકનો વિચાર.
ભલે ને થાય ભૂલો, પણ કરે સહજ સ્વિકાર,
છોડે ના હાથ કદી, એનું જ નામ પરિવાર.
ભલે ને કર્યા હોય ઘરનાં ભાડા કરાર,
પણ, હૃદયમાં હોય જગ્યા પારાવાર.
ભલે ને હોય સૌનો જુદો વ્યવહાર,
મનમાં ના રાખે ઈર્ષા, દ્વેષ કે અહંકાર.
ભલે ને હોય કંજૂસ, પણ દિલનાં હોય દિલદાર,
તાણાંવાણાં મળી અનેક, બને એક પરિવાર.
