STORYMIRROR

Dimple Bhavsar

Inspirational

4  

Dimple Bhavsar

Inspirational

હા હું પાક્કી ગુજરાતણ

હા હું પાક્કી ગુજરાતણ

1 min
340

ભયંકર સ્વાભિમાની હું ગુજરાતી ભાષા માટે

જેટલો આરોહ અવરોહ ગરબામાં

તેટલો જ આરોહ અવરોહ મારી ગુજરાતી ભાષામાં

હા હું પાક્કી ગુજરાતણ


અંગ્રેજી પ્રત્યેનો લગાવ ઘણો

પણ લાગણી ઘણી ગુજરાતી માટે

માસ્ટર કર્યુ અંગ્રેજી સાથે પણ

માસ્તરની તો હું ગુજરાતીની જ

હાહું પાક્કી ગુજરાતણ


ભવ્ય વારસો ગુજરાતી સાહિત્યનો

વારસો એથી પણ ભારે આતિથ્ય સરભરાનો

નિર્જીવ શબ્દોની અસર ચેતનવંતી

હંફાવે એવી ગુજરાતી શબ્દવેલી

હાહું પાક્કી ગુજરાતણ


લાગણી, માંગણી અને વાણીની મર્યાદા 

શીખશો ગુજરાતી ત્યારે પડશે ઓછી આવરદા

ગુણીયલ ગુજરાતી ભાષા મારી

હરખે હર એક ગુજરાતી નારી

હાહું પાક્કી ગુજરાતણ


ડિગ્રીઓ ભલે મેળવી અંગ્રેજી આલ્ફાબેટ થકી

ઘબકાર શ્વાસનો ગુજરાતીમાં જ ધબકે

એટલી મીઠાશ મારી ગુજરાતીમાં

ખારા નમકને પણ 'મીઠું' કહે

હાહું પાક્કી ગુજરાતણ


ભૂલો પડેલો વરસાદ ભલે રેઇન રૂપે આવે

હરખની હેલી તો ગુજરાતીમાંજ આવે

વિદાયની વેળાએ પણ પાછા બોલાવવાની તજવીજ 

આવજો કહી ફરી બોલાવે

હાહું પાક્કી ગુજરાતણ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational