મન અને હું
મન અને હું
1 min
264
મન સાથે વાતોનો નાતો અકબંધ રાખુ છું,
એટલે જ પોતાને પણ થોડી ઓળખતી લાગુ છું.
મન સાથે હિસાબ પળે પળે માંગુ છું,
એટલે જ પોતાને પણ હરપલ નીખરતી લાગુ છું.
મન સાથે રિવાજ વ્યાજબી રાખુ છું,
એટલે જ પોતાને પણ હું વ્યસ્ત રાખું છું.
મન સાથેનો વિરોધ નહિવત રાખુ છું,
એટલે જ પોતાને પણ નહિવત ભારે લાગુ છું.
