STORYMIRROR

Dimple Bhavsar

Children

4  

Dimple Bhavsar

Children

મોબાઈલરૂપી શાળા કયારે સ્વીચઓફ થશે ?

મોબાઈલરૂપી શાળા કયારે સ્વીચઓફ થશે ?

1 min
355

દરરોજ સવારે 12 ની ભરતી..

અને સાંજની 6 ની બાળકોની ઓટ....

શાળારૂપી આ દરિયાલાલ ફરી ક્યારે ઘૂઘવાશે ? 


સમયાંતરે ઘંટનો ઘંટારવ.....

કયારેક એકલ દોકલ તો ક્યારેક અવિરત....

શાળારૂપી આ દેવાલય ફરી ક્યારે ગુંજશે ? 


હાજરી નંબર સાથે હાજરી પત્રકનો 

પ્રત્યક્ષ બાળકોના હકાર સાથે..વર્ગખંડમાં એ પરિસંવાદ 

શાળા મહેફિલમાં ફરી કયારે સર્જાશે ? 


પાઠય પુસ્તકની ભરમાર તો ક્યારેક ખડકલો ઉત્તરવહીઓનો ..

કસોટીઓની ભરમાર..

શાળારૂપી બાગમાં પમરાટ ફરી ક્યારે પામશે ? 


રિસેસનો એ વિશ્રાંતિ કાળ સુંગંધોના સામ્રાજ્યથી

શાળારૂપી આવાસમાં ફરી ક્યારે મઘમઘ થાશે ? 

હાથ જોડી હાથના આકારમાં વિલય પામવા થનગનતા 

શબ્દોના રાગ રૂપ 

શાળારૂપી મહાવિદ્યાલયમાં ફરી ક્યારે આલાપ લેશે ? 


અને..અંતે ..

કોરોના અવધિમાં શિક્ષણની અવધિ ઓનલાઈનથી કયારે ઑફ થઈ ફરી ઓફલાઇન તરફ આગળ વધી 

મોબાઈલરૂપી શાળા કયારે સ્વીચઓફ થશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Children