STORYMIRROR

KANAKSINH THAKOR

Others Children

4  

KANAKSINH THAKOR

Others Children

વાંદરીનું બચ્ચું

વાંદરીનું બચ્ચું

1 min
331

વાંદરીનું બચ્ચું ઝાડ પર ચઢવા કેટલીવાર પછડાય

પડે ને ચઢે તોય એ ચઢવાનું મૂકી ભાગી ના જાય


વાંદરી કહેતી બેટા ભલે પડાય કે વાગે હજાર વાર

આમ ગભરાઈને તારો જરાય બદલીશ નહીં વિચાર


ઝાડ આપણું ઘરને ઝાડ છે આપણો સાચો સહારો

મહેનતથી તારો યત્ન ચાલું રાખજે બેટા એકધારો


મહેનત કરનારની સાથે ભગવાન પણ હોય છે હારો

તું ભલે પડતું નીચે, ડર્યા વગર પકડજે હાથ મારો


બચ્ચું તો આમતેમ કૂદકા મારીને બેસી ગયું માની કેડે

બચ્ચાંની ઝાડ ઉપર ચઢવાની મહેનત ના ગઈ એળે


વાંદરી કહેતી આ રીતે માણસ કરે મહેનત વારંવાર

લાભ પામશે ને જીવનમાં નહીં રહે ક્યારેય બેકાર ?


Rate this content
Log in