STORYMIRROR

KANAKSINH THAKOR

Others Children

4  

KANAKSINH THAKOR

Others Children

ચકાની જાન આવી

ચકાની જાન આવી

1 min
335

ચાલોને...ચાલોને...ચકીબેનનાં માંડવે 

ચકાની જાન આવી આંબા કેરા ઝાડવે


કાબરબાઈએ કલરફૂલ કંકોત્રી છપાવી

ચીબરીબેને સુંદર મજાની ચૉરી રોપાવી 


સુગરીબેને તો સોળે શણગાર સજાવ્યો

કાગડીબેને મેશનો કાળો ટીકો કરાવ્યો


ઢેલબાઈએ તો ઢમ ઢમ ઢોલ વગાડ્યો

જાનૈયાઓમાં અનેરો ઉમંગ જગાવ્યો


સમડીબેને તો સુમધુર શરણાઈ વગાડી

સમડીબેને તો શરણાઈની માયા લગાડી


મેનાબેન તો ચકીબેનને તેડી માંડવે લાવી

એટલામાં ચકાભાઈની તો જાનમાં આવી


તમરીબેને તમ તમ કરીને વાજા વગાડ્યા  

કોયલબાઇએ કૂહુ કૂહુ કરીને ગીત ગાયા


કબૂતરીબેને ગળ્યો મધ કંસાર બનાવ્યો

ભમરીબેને ભાવથી સૌને ભાત ખવરાવ્યો 


કાગડાૠષિએ ચકા-ચકીનાં ફેરા ફેરાવ્યા 

દેવચકલીએ રડતાં રડતાં કન્યાદાન આપ્યાં 


સૌ પક્ષીઓએ હર્ષથી ચકીબેનને વળાવ્યા 

ચકીબેન તો પરણીને ચકાનાં ઘેર આવ્યા


Rate this content
Log in