STORYMIRROR

Dimple Bhavsar

Tragedy

3  

Dimple Bhavsar

Tragedy

અગ્નિપરીક્ષા ફક્ત નારીના ભાગે જ

અગ્નિપરીક્ષા ફક્ત નારીના ભાગે જ

1 min
489

જીવન મહાસંગ્રામના ખેલમાં...

અગ્નિપરીક્ષા ફક્ત નારીના ભાગે જ !

દ્રોપદીના ખુલ્લા કેશ...


ભલેને ફરકાવે વાવટો આંધીનો..

સીતાની અગ્નિપરીક્ષા- પરંપરા..

ભલેને દઝાડે સદીઓથી..


અગ્નિપરીક્ષા ફક્ત નારીના ભાગે જ !

સતીનો ઓછાયો ઓઢયા વિના ..

કુંતી કરતી પરવરીશ પાંચેય અને પાંચાલીની..

અગ્નિપરીક્ષા ફક્ત નારીના ભાગે જ !


આદિથી લઈને અનંત સુધી...

જવાબદારી નામના પહાડ સાથે...

અગ્નિપરીક્ષા ફક્ત નારીના ભાગે જ !


અંત  અગ્નિપરીક્ષાનો ...

મૃત્યુ નામના સરપ્રાઈઝ ગિફ્ટ સાથે જ..

અગ્નિપરીક્ષા ફક્ત નારીના ભાગે જ !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy