STORYMIRROR

Parag Pandya

Inspirational

4  

Parag Pandya

Inspirational

સાઠથી સોળ

સાઠથી સોળ

1 min
219

સથે નવી શરૂઆત નવા શિખરો સર કરવાની,

નિવૃત્તિ બાદ જ તો મઝા છે નવા કામો કરવાની;


રીત જમાનાની સાઠે નિરુત્સાહી બનાવવાની,

સીનીયર સીટીઝનને વૃદ્ધ ડોહો કહી ચીઢવવાની;


તાસીર કેવી બૂઢા સાથે અનુચિત વ્યવહાર કરવાની,

અજબ રીત ઉંમરલાયક ઘરડાને બેકાર બનાવવાની;


જો હોય રચવો ઈતિહાસ તો ક્યાં બંધન ઉંમરનું,

આંકડો તો વરલી મટકા જેવો ફક્ત ગણિતનો અંક;


જે ઉંમરને સમજ્યા સાઈકોમેટ્રીક પરિક્ષામાં થયાં ઉત્તિર્ણ,

સાઠ નો ઝીરો હટાવી એકડો લગાવી સોળની સંખ્યા બનાવી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational