STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

માતૃત્વ

માતૃત્વ

1 min
251

માતૃત્વ કેરી વાત તારી અનોખી

ભૂલી દુઃખને હૈયે હરખાતી

નાની નાની પગલીઓ કાજે

ઈશ્વરના ધ્યાન તું ધરતી


નવ નવ મહિના કષ્ટ સહીને

બાળકને નવી દુનિયા તું દેતી

કડવી કડવી દવાના ઘુંટને

ચાખીને બાળકને પીવડાવતી


બાળકની એક મુસ્કાન જોવા

હજારો સંઘર્ષ તું કરતી

પ્રેમ અને હેતના હાલરડે

સંસ્કારની વાત તું શીખવતી


આવે નહીં આંસુ નાના બાળકમાં

ખોળામાં બેસાડી વ્હાલ વરસાવતી

નાની નાની આંગળી પકડી

બજારમાં તું એને ચલાવતી


દુનિયાની સામે ઉભો રાખવા

હિંમતના શબ્દો તું વરસાવતી

માતૃત્વ કેરી વાત તારી અનોખી

ભૂલી દુઃખને હૈયે હરખાતી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational