STORYMIRROR

Bharat Thacker

Inspirational

4  

Bharat Thacker

Inspirational

હીરો

હીરો

1 min
445

હીરો શબ્દ સાંભળતા જ આપણા દિમાગમાં રમે ફિલ્મી હીરોની વાત છે

સાચા હીરોની તો વાત છે અલગ, સાચા હીરોની અલગ જ ભાત છે

 

સાચા હીરોના સન્માનને લાયક તો છે સરહદ પર લડતા આપણા સૈનિક

જેમણે પોતાના મનમાં, દિલથી દેશદાઝની ભાવનાને કરી આત્મસાત છે

 

આપણા સમાજના સાચા હીરો તો છે આપણા શિક્ષકો

‘સારો સમાજ બનાવવામાં આપ્યો ફાળો’ એટલી માત્ર જેની પુરાંત છે

 

સાચા હીરોનું સ્થાન ધરાવી શકે છે આપણા ધર્મ અને આધ્યાત્મિક ગુરુ

જિંદગીના અંધારાને દુર કરે, જિંદગીમાં જગાવે સાચો પ્રભાત છે

 

એવા રાજકારણીઓ પણ આપણા માટે બની રહે છે હીરો

અંગત જિંદગી અને કુટુંબને કોરાણે મૂકી, દેશ માટે મહેનત કરે દિનરાત છે

 

સાચા હીરો તો આપણી જિંદગીમાં હોય છે હંમેશ પોતાના પિતા

બચપણમાં જ નહીં, પુરી જિંદગી આપણા માટે ઘોડો બની રહેવાની વિસાત છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational