STORYMIRROR

Ankita Vaghela

Inspirational

4  

Ankita Vaghela

Inspirational

જીવી લેવું છે

જીવી લેવું છે

1 min
291

વહી જાવું છે, હલેસાના બળ વાટે વહાણની જેમ,

તેના પેલા ડૂબકી લગાવી, જીવી લેવું છે,


સંબંધોના ઘટાદાર વૃક્ષ થાય તે પેલા,

તેના કુમળા ફણગા બની, જીવી લેવું છે,


જવાબદારીની માયા-જાળમાં ફસાયા પેલા,

થોડું હસી લેવાય એવું, જીવી લેવું છે,


વધારે ઊંચે નહીં તો નીચે ચાલશે પણ,

પતંગિયા માફક ઊડાય એવું, જીવી લેવું છે,


લાગણીઓની લકીરોમાં ગાંઠ માર્યા પેલા,

નાદાન બાળક બનાય એવું, જીવી લેવું છે,


વસંતના પાંદડા માફક ખરી જાવ તે પેલા,

ઘરનો છાંયડો બની શકું એવું, જીવી લેવું છે,


આથમતા સૂરજની જેમ આથમુ તે પેલા,

સમાજમાં પ્રકાશ પાડી શકું એવું, જીવી લેવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational