ગુજરાતી અકબંધ છે
ગુજરાતી અકબંધ છે
કલમનો ક શિખ્યાને વર્ષો વીતી ગયાં
હજુ મનની પાટીમાં કક્કો અકબંધ છે,
નિશાળ મારી છોડ્યાને દાયકા વીત્યા
હજુ માટીની સુગંધ અકબંધ છે,
વાંચું, લખું તો ઘણીય ભાષામાં
હજુ ગુજરાતી મારી અકબંધ છે,
વેલકમ કહીને આવકારું ભલે પણ
હજુ વિદાય વેળાનું ' આવજો ' અકબંધ છે,
ખેડાય છો ને સાગર સાત નોખા દેશના
ખાબોચિયામાં તરતી કાગળની પેલી હોડી અકબંધ છે,
વિચાર બધા ચોતરફથી ઘેરી વળે
હજુ ઊંઘમાં પણ શમણાં ગુજરાતી અકબંધ છે.
