STORYMIRROR

Nisha patel

Inspirational

4  

Nisha patel

Inspirational

સરદાર

સરદાર

1 min
313

મૂલ્ય એના મૂલવાય નહીં તેવા એના કામ,

દેશની માટી પુકારે આજે એક નામ

કરી ગયા ધરાને એક, ને જોડાણ જેનું કામ

ભૂલ્યા ભુલાય નહીં એ વીરના નામ


આકાશ પાતાળ એક કરી આદર્શો સ્થાપવાનું કામ

વણ લખ્યો અડગતાનો નિયમ જેને નામ

એકતા, અખંડિતતા ને સર્વનું સંગઠન જેવા એના કામ

લોખંડી પુરુષનું મળ્યું જેને ઉપનામ


દેશનું એક મહાન શક્તિમાં નિર્માણ એનું કામ

આજે પુકારે બધા ગર્વથી સરદાર નામ

એકીકરણ કર્યું હિંદનું એ જ એનું મહાન કામ

એટલે તો આજે દેશની માટી પુકારે એ નામ


ગાંધી પણ કહે, વલ્લભ મળ્યા ને થયા સઘળા કામ

સંપૂર્ણ વફાદારીમાં સૌથી ઉપર એ નામ

લોખંડી પુરુષને પણ અંતે સમાવ્યુ ઉરમા, માટીનું એ કામ

દેશની માટી પુકારે આજે એક નામ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational