STORYMIRROR

Vijay Akhade

Inspirational Classics

4  

Vijay Akhade

Inspirational Classics

સૂરજ: તું છે તો દુનિયા છે

સૂરજ: તું છે તો દુનિયા છે

1 min
26.5K


તું છે તો દુનિયા છે

તું નથી તો જગ અંધારું છે! 

કોઇને ખબર પડશે જ નહીં કે દિવસ હોય છે? 

જ્યારે તું ન હોય તો! 

તને કશા ગમ-પસ્તાવો નથી. 

તું નિયમિત છો, 

કેટલાંય હજારો વર્ષોથી, 

પ્રત્યેક વ્યક્તિને દર્શન આપી રહ્યો છે, 

તારી પૂજા-અર્ચના થાય છે, 

નથી તારી આળસ, તું તો તેજસ્વી છે! 

તું ઘણાં વર્ષોથી કોઈ પણ આમંત્રણ વગર, 

નિસ્વાર્થભાવે આગમન કરે છે! 

કમાલ છે ભઈ તારી તો! 

તું તો સંદેશો આપતો રહે છે, 

'ચમકો', તેજસ્વી થાવ! 

તારામાંથી કેટલાંય સર્જનકારો, 

રોજની પ્રેરણા લેતા આવ્યા છે, 

આવ્યાં કરશે! 

તું તો વર્ષાઋતુમાં સંતાકૂકડી રમત પણ, 

રમી જાણે છે! 

તારાં અનેક નામો છે : "રવિ, આદિત્ય, સૂરજ, સૂર્ય,

મિત્ર, ખગ, ભાન, સવિત્રુ, હીરણ્યગર્ભ, અરક, ભાસ્કર, 

સવિતા, ચંડાશુ, દિનકર, દિનમણિ..." 

તારા નામથી ઘણાં મંદિરો અસ્તિત્વમાં આવ્યા છે! 

તારા નામથી તો લોકો પૂજા કરતા હોય છે! 

તારી એકમાત્ર ઝલકથી સૃષ્ટિમાં ચેતન આવી જાય છે, 

ઉત્સાહ છલકાઈ જાય છે, 

જીવન જીવવાની મઝા આવે છે! 

તારા આગમન-નિગમનની ઘટનાઓ સર્જાય છે! 

વૈજ્ઞાનિકો માટે તું તો અખૂટ ઉર્જાનો સ્ત્રોત છે

ઘણી અંધશ્રદ્ધાઓ લોકોએ જોડેલ છે કે તારું ગ્રહણ 

થાય છે, ગ્રહણ લાગે છે પણ, 

આ તો ખગોળીય, કૂદરતી ઘટનાઓ છે! 

તું 'તારો' છે, ગ્રહ નથી અને છતાં કોઈને નડતો નથી!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational