સંસ્કૃતિનો સાદ
સંસ્કૃતિનો સાદ
આ પુસ્તકોનાં થોથાં માનવ બનાવશે ક્યારે?
પાંચ ફૂટની પ્રતિમામાં માનવતા લાવશે ક્યારે?
પોથી પંડિતો સર્જીને ડીગ્રીઓ આપી ઘણી,
આચારે માનવ્ય ગુણ હવે કેળવાશે ક્યારે?
ખોવાયું આજનું યુવાધન પરીક્ષા ઘટમાળમાં,
સંસ્કૃતિનો સ્વીકાર જીવનમાં આવશે ક્યારે?
ટેકનોલોજીના વ્યાપે વિદેશી વર્તને લલચાયાં,
ગરિમા ભારતની પુન: સ્થાપિત થશે ક્યારે ?
અંધ અનુકરણે ભૂલાવી નિજતાને આપણી,
જન્મી ભારતમાં ભારતીય થવાનું ફાવશે ક્યારે?