STORYMIRROR

Harshida Dipak

Inspirational Classics

4  

Harshida Dipak

Inspirational Classics

રંગભરી પિચકારી

રંગભરી પિચકારી

1 min
26.5K


રંગભરી પિચકારી આજે તા... તા... થૈયા ડોલે...

લેતો... જાને... કાન્હા તુજને રાધા રંગે બોલે...

તું તા.. તા... થૈયા ડોલે...

ફાગણમાં ફોરમતો ઓલો કેસૂડાનો ફાલ 

અંતરિયાળો ઉભો તોયે થઇ ગઈ માલામાલ  

ચંદરવે ચિતરેલી ભાતું ના તું એને ખોલે...

તું તા... તા... થૈયા ડોલે...

વાસંતી વાયુને મનમાં ઉમટે ઘોડાપુર 

ટેકરિયેથી દોડી દોડી મન મળવા આતુર 

સાદ કરીને રાધા થાકી ક્યાં ચડ્યો છે ઝોલે ?

તું તા... તા... થૈયા ડોલે...

કેસૂડાના ફૂલનો ગજરો ગૂંથીને મંગાવો  

મોરપિચ્છના સાતે રંગો એનાથી ચીતરાવો  

હરિ તમારા શબ્દ-શબ્દમાં રાધા હૈયું ખોલે...

તું તા..તા..થૈયા ડોલે...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational