STORYMIRROR

Harshida Dipak

Inspirational Classics

4  

Harshida Dipak

Inspirational Classics

આંગણિયામાં

આંગણિયામાં

1 min
25.5K


એક અનોખી ભાત ભરું છું આંગણિયામાં

જીવનને સોગાત કરું છું આંગણિયામાં

રેત, કિનારા અને છીપલા લાગે વસમાં 

ખારા જળનાં મોજા ઉછળે રે... નસનસમાં 

દરિયા - બરીયા પાર ફરું છું આંગણિયામાં

એક અનોખી ભાત...

આ અજવાળા અને સુગંધો લાગે ઘેલી 

ઝાંઝવતો કે આળસને આઘા મેલી 

આશ અને વિશ્વાસ ધરું છું આંગણિયામાં 

એક અનોખી ભાત...

મીરા માફક મનમાં હું ગિરિધરને રાખું 

ટાગોર, ઓશોની વાણીના શબ્દો ચાખું 

મારી ઉપર હું જ મરું છું આંગણિયામાં 

એક અનોખી ભાત...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational