STORYMIRROR

Harshida Dipak

Classics Inspirational

4  

Harshida Dipak

Classics Inspirational

પ્રેમ રંગનાં પગલાં

પ્રેમ રંગનાં પગલાં

1 min
27.5K


કેવળિયાની ધારે ઊગ્યો કેસૂડો રે,

કેસરિયાળો રંગ ઉછળતો લેશો રે.

વાસંતી વાયુમાં થઈ ગ્યો ઘેલો રે,

કેસૂડાને કાંઈ તમે ન કહેશો રે.

બારીમાંથી ડોકાતો ને ફૂલના ઢગલે ઢગલા,

દ્વાર ઉઘડતાં ઉછળે એના ધીમાં ધીમાં પગલાં; 

વા'એ વ્હાલ ઉછાળી દોડી આવે વેલો રે...

કેસૂડાને કાંઈ તમે ન...

યાદોને સંગાથે રાખી દોડી આવે તનમાં, 

પાંપણ વચ્ચે પ્રગટી જાતી એ જ છબી જે મનમાં; 

વાદળિયુની વચ્ચે ઉઘડે તેજ લીસોટો પેલો રે...

કેસૂડાને કાંઈ તમે ન...

કેસરિયાળી લેખણ લઈને દલડે નામ લખી દે,

પતંગિયાની પાંખો સમજી સાતે રંગ ભરી દે,

હરિ તમારા પ્રેમ છાંટણે સાત રંગનો રેલો રે...

કેસૂડાને કાંઈ તમે ન...


Rate this content
Log in

Similar gujarati poem from Classics