STORYMIRROR

Sapana Vijapura

Classics

4  

Sapana Vijapura

Classics

મળવા દો

મળવા દો

1 min
27.4K


મને મારી જાત સાથે મળવા દો,

હવે તો મુજ આપ સાથે મળવા દો.

કરેલી હર ભૂલને ભૂલાવી દો,

કરી દિલને સાફ સાથે મળવા દો.

ડરાવો ના મોતના આઘાતોથી,

મને મારી ઘાત સાથે મળવા દો.

કરી દો પરદા ગયેલી હર પળ પર,

મને મારી આજ સાથે મળવા દો.

ચકાચૌંધે આંખને આંજી દીધી,

હવે શીતલ રાત સાથે મળવા દો.

જગત જૂઠાનું છે ‘સપના’ સાચું છે,

કહો સાચું સાચ સાથે મળવા દો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics