STORYMIRROR

Drsatyam Barot

Inspirational Classics

1.7  

Drsatyam Barot

Inspirational Classics

પ્રેમ

પ્રેમ

1 min
25.9K


ગાલગાગા ગાલગાગા ગાલગા

પ્રેમ તો દીવો પતંગા ગાય છે,

જાત બાળી રોજ હોળી થાય છે.

મોંતની પરવા કદી કરતાં નથી,

સામસામે રોજ મળવા જાય છે.

વાત કડવી વાત મીઠી હોય છે,

વાત ખાટી પ્રેમમાં ખંટાય છે.

કાંકરા, કાંટા બધે ખાડા મળે,

પ્રેમમાં તો જાત પણ છોલાય છે.

કોઇ પણ બંધન નથી નડતું હવે,

પ્રેમ સાચો તો પવન થઇ વાય છે.

ભાર લાગે ના કદી આ પ્રેમનો,

પ્રેમ ખૂશ્બુ થઇ સદા ફોરાય છે.

લાજ, નખરાં, બોલકું ને મૌન હો,

પ્રેમ એના શ્વાસમાં વર્તાય છે.

ધર્મ, જાતોને ખુદા ખોવાય છે,

પ્રેમમાં તો ભલભલા ધોવાય છે.

ત્યાં સદા હસતાં બધાં લૂંટાય છે,

પ્રેમમાં સત્યમ બધે પંકાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational